વડોદરા શહેરમાં 16 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પદમલા ગામની સીમામાં મીની નદીના બ્રિજની નીચેથી એક મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મહિલાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, મહિલાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ ઘટનાને લઈને એક મોટો ખુલાસો થયો છે. મહિલાનો જીવ બીજા કોઈએ નહીં પરંતુ તેના બે પ્રેમીઓએ સાથે મળીને લીધો છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ ચમેલી ઘસિયા હતું. ચમેલી પરણિત હોવા છતાં પણ તે બે પ્રેમીના પ્રેમમાં પડી હતી. બંને પ્રેમીઓને અંધારામાં રાખીને મૃત્યુ પામેલી મહિલા કરતી હતી.
બંને પ્રેમીઓને આ ઘટનાની જાણ થતા બંને મળીને મહિલાનો જીવ લેવાનું કાવતરું ઘડ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક આરોપીનું નામ અજય યાદવ હતું અને બીજા આરોપીનું નામ ઉદયરાજ શુક્લા હતું. બંનેને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યાંથી હવે બંનેને વડોદરા લાવવામાં આવ્યા છે.
ભરતી માહિતી અનુસાર 32 વર્ષની ચમેલી ઉત્તર પ્રદેશની રહેવાસી હતી. ચમેલી અજય યાદવ નામના યુવક સાથે પ્રેમ સંબંધ પણ હતી. થોડાક સમય બાદ અજય યાદવ નોકરી કરવા માટે વડોદરા આવી ગયો હતો. જેની પાછળ ચમેલી પણ વડોદરામાં રહેવા માટે આવી ગઈ હતી. ચમેલી અને અજય યાદવ બંને સાથે પતિ પત્નીની જેમ રહેતા હતા.
આ દરમિયાન અજય યાદવના લગ્ન નક્કી થતાં તે પોતાના વતન ચાલ્યો ગયો હતો. આ દરમિયાન ચમેલી તેની નજીકમાં રહેતી બહેનપણીના પતિ ઉદયરાજ શુક્લાના પ્રેમમાં પડી હતી. પછી ઉદયરાજ શુક્લાને ચમેલીને સાથે રાખવા તૈયાર ન હતો. ત્યારબાદ ચમેલીયે પોતાના બંને પ્રેમીઓને વારંવાર ધમકાવવાનું શરૂ કર્યું હતું.
તપાસ દરમિયાન એવું જાણવા મળી રહ્યું છે કે, ઉદયરાજ શુક્લા સાથે પ્રેમમાં પડેલી ચમેલી તેની સાથે રહેવાની જીદ કરતી હતી. આ દરમિયાન ઉદયરાજે ચમેલીથી કંટાળીને અજય યાદવને ફોન કરીને જણાવ્યું હતું કે ચમેલીના કારણે તેનું લગ્નજીવન ભાંગી રહ્યું છે. ત્યારબાદ અજય યાદવ વડોદરા આવ્યો હતો અને બંને ભેગા મળેલી ચમેલીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાનના આધારે ઉદયરાજ શુક્લાએ તમે લઈને ખરીદીના બહાને એક બ્રિજ પર બોલાવી હતી.
ઉદયરાજ અને અજય યાદવે ભેગા મળીને ચમેલીનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ અંધારામાં બંનેનું મૃતદેહ ઉપરથી નીચે ફેંકી દીધું હતું. ચમેલીનો જીવ લઈને બંને આરોપીઓ ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘણા દિવસોની તપાસ બાદ પોલીસે બંને આરોપીઓને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા હતા. હવે બંને આરોપીઓને ઉત્તર પ્રદેશથી વડોદરા લાવવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment