આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. અમુક લોકો તો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે એવા સ્ટંટ કરતા હોય છે જેમાં તેમના જીવન પણ જોખમ હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાની જાતને હિંમતવાન માને છે.
પોતાની હિંમત બતાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હોય છે. જેમાંથી કેટલાક એવા હોય છે કે તે હિંમત બતાવવા ઉંચી ટેકરીઓ પરથી જમીન પર કૂદી પડે તેમ જ કેટલાક એવા હોય છે કે તેમની હિંમત દેખાડવા દરિયાની નીચે ઊંડે સુધી ડુબકી લગાવી લે છે.
View this post on Instagram
આ ખતરનાક સ્ટંટ છે પરંતુ જો તમને ઉંચી ટેકરીઓની વચ્ચે દોરડા પર લટકીને ખાવાનું કહેવામાં આવે તો શું તમે તે કરી શકશો ? કદાચ તમારો જવાબ ના હશે પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક કપલ આવી ખતરનાક જગ્યા પર ભોજન કરતા જોવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કપલ ઊંડી ખાડી પર બે ટેકરીઓ વચ્ચે લટકાઈ ગયું છે અને ટેબલ પર બેસીને ભોજનનો આનંદ લઈ રહ્યા છે.
તેની એક તરફ જબરદસ્ત ધોધ વહી રહ્યો છે, અને બીજી બાજુ પર્વત છે. આવું અદભુત દ્રશ્ય ભાગ્યે જ બીજે ક્યાંક જોવા મળે, જો તમે પણ આવી ખતરનાક જગ્યાએ ખાવાની હિંમત એકત્ર કરી શકો છો. તો તમે એક સુંદર ધોધ પર હવામાં 295 ફૂટ લટકતા પિકનીક ટેબલ પર બેસીને અદભુત ભોજન નો આનંદ લઈ શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment