સાબરકાંઠા માંથી બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મિત્રો લોકો અનેક પ્રકારની કુટેવ અને સુટેવથી બંધાયેલા હોય છે. અમુક વખત ઘણા લોકોને પોતાની ખરાબ આદતનું ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવું પડતું હોય છે. ત્યારે હાલમાં બનેલો તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
આ ઘટનામાં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બડોદરા ગામની બાળકી એક મહિનાથી પેટમાં દુખવાની ફરિયાદ કરતી હતી. જેને લઇને પરિવારના લોકો બાળકીને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળકીના પેટમાં ગાંઠ છે.
ત્યારબાદ છ ડોક્ટરોએ મળીને બાળકીનું ઓપરેશન કર્યું હતું અને બાળકીના પેટમાંથી કંઈક એવી વસ્તુ બહાર કાઢી કે ડોક્ટર સહિત હોસ્પિટલનો આખો સ્ટાફ ચોકી ઉઠ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે ડોક્ટર હોય બાળકીના પેટમાંથી 26.10 CM અને 1.2 KGના વજનની વાળની મોટી ગાંઠ બહાર કાઢી હતી.
આ અંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર વિપુલ એ જણાવ્યું કે, ચાલોદ તાલુકાના બડોદરા ગામની 16 વર્ષની દીકરી જ્યોત્સ્નાબેન ઝાલા અને છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો. આ ઉપરાંત વારંવાર ઉલટી થવી અને બે દિવસથી કબજિયાત હતો. જેથી પરિવારના લોકો દીકરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા.
અહીં દીકરીની સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે દીકરીના આંતરડામાં વાળની ગાંઠ જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર છ ડોક્ટરોએ મળીને બે કલાક સુધી બાળકીનું ઓપરેશન કર્યું હતું. ઓપરેશન કરીને સફળતાપૂર્વક બાળકીના પેટમાંથી દોઢ કિલોની વાળની ગાંઠ બહાર કાઢી હતી.
માનસિક રોગના લીધે બાળપણથી જ વાળ ખાવાની કુટેવને લઈને બાળકીના પેટમાં વાળની ગાઢ થઈ ગઈ હતી. બાળકીનું ઓપરેશન થયા બાદ હાલમાં બાળકી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો છે. જો તમારા બાળકોને પણ આવી ટેવ હોય તો તરત જ છોડાવી દેજો નહિતર તમારો બાળક દુનિયા છોડીને ચાલ્યો પણ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment