ચા પી રહેલા રબારી યુવકને જાહેરમાં પતાવી દેવામાં આવ્યો, ફિલ્મી સ્ટાઇલમાં આરોપીએ… રબારી સમાજમાં માતમ છવાઈ ગયો…

Published on: 10:30 am, Sat, 24 December 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ગુનાહિત પ્રવૃત્તિઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે વેરાવળમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. વેરાવળ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા એવા એસટી વિસ્તારમાં સાંજના સમયે ચાની લારીએ સ્કૂટર ઉપર બેઠેલા એક યુવક પર ગોળી ચલાવવામાં આવી હતી.

આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેથી તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું. યુવકના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

પોલીસે ઘટના સ્થળેથી રિવોલ્વર અને ફૂટેલી કાર્ટુસ કરી છે. સમગ્ર ઘટના ને લઈને વિગતવાર વાત કરીએ તો ગઈકાલે સાંજે 7:00 વાગ્યાની આસપાસ વેરાવળ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા એવા એસટી રોડ ઉપર કારડીયા બોડિંગની સામે ચાની લારી પર મોપેડ સ્કૂટર ઉપર બેઠેલા રબારી નિતેશભાઇ સમરણભાઈ કટારીયા ઉપર અચાનક જ એક સ્કુટી પર આવેલા અજાણ્યા વ્યક્તિએ ગોળી ચલાવી હતી.

જેના કારણે નિતેશભાઇ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને ત્યાંથી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નિતેશભાઇને સારવાર મળે તે પહેલા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું. આ ઘટનાના સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી ગયા હતા. બીજી તરફ સિવિલ હોસ્પિટલની બહાર રબારી સમાજ સહિત સર્વ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નિતેશભાઇનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ પ્રાથમિક કપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે જૂના મન દુઃખના કારણે તેમનો જીવ લેવામાં આવ્યો છે. આરોપીને પકડવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. આરોપી પકડાયા બાદ ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચા પી રહેલા રબારી યુવકને જાહેરમાં પતાવી દેવામાં આવ્યો, ફિલ્મી સ્ટાઇલમાં આરોપીએ… રબારી સમાજમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*