દેશના દિવસેને દિવસે કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારીની મહામારી વધી રહી છે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ ની સાથે એલપીજી ગેસના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
એલપીજી ગેસના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતાનું બજેટ બગડી ગયું છે. દિવસેને દિવસે ગેસ સિલિન્ડરના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. દિલ્હીમાં અત્યારે ગેસ સિલિન્ડર નો ભાવ 843 રૂપિયા છે.
જો એલપીજીની તુલનામાં વીજળીથી ચાલતા કુકરો અને ઈલેક્ટ્રીક સ્ટવની મદદ લેવાય તો એ તમને ખૂબ જ સસ્તું પડી શકે છે. જો તમે આ વસ્તુઓનો ઉપયોગ કરશો તો એલપીજી અને પીએનજી લગભગ 60 ટકા સસ્તો મળી રહે છે.
વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટીટ્યૂટના એસોસિએટ ડાયરેક્ટરના અનુસાર દિલ્હીમાં એલપીજીની તુલનામાં ઇલેક્ટિરક કુકિંગ સસ્તુ સાબિત થઈ શકે છે. દિલ્હીમાં લાઈટના રેટની વાત કરીએ તો એક યુનિટ નો ભાવ 8 રૂપિયા છે.
ઉદાહરણ તરીકે 10 લિટર પાણી કાઢવામાં આવે તો 10.15 રૂપિયાનો એલપીજી ગેસ ખર્ચ થાય છે. જો 10 લિટર પાણી ઈલેક્ટ્રીક સ્વટ પર પાણી ગરમ કરવામાં આવે તો 9.46 રૂપિયાની વીજળી ખર્ચાય છે. આ રીતે તમે પૈસા બચાવી શકો છો. રાજ્યમાં વીજળી પર સબસિડી મળી રહે છે ત્યાં આ ખર્ચો ઓછો રહેશે.
જુલાઈ મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમત માં 140 રૂપિયાનો વધારો થયો હતો. તેની સાથે ગેસ સિલિન્ડરના ભાવ 834 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ઉપરાંત સરકાર દ્વારા રસોઈ ગેસ પર આપની સબસીડી પણ 2020માં ખતમ કરી દેવામાં આવી હતી. ગેસ સિલિન્ડરના વધતા ભાવના કારણે જનતાના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment