મોદી સરકારનું વધ્યું ટેન્શન, દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં થયો વધારો, જાણો વિગતે.

Published on: 10:58 am, Thu, 15 July 21

દેશમાં કોરોના ની બીજી લહેર દિવસેને દિવસે ઘટી રહી હતી અને કોરોના કેસનો આંકડો પણ ઘટી રહ્યો હતો. ત્યારે ફરી કોરોના નવા કેસ 40 હજારને પાર પહોંચી ગયા છે. આવતીકાલે દેશમાં 38792 કોરોના નવા કેસ નોંધાયા હતા. આનાથી કેન્દ્ર સરકાર નું ટેન્શન વધી ગયું છે.

એવું લાગી રહ્યું છે કે દેશમાં કોરોના ની ત્રીજી લહેર એન્ટ્રી કરી રહી છે. ઉપરાંત કોરોના માંથી રિકવરી થનાર દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. હાલમાં કોરોના કુલ એક્ટિવ કેસ 432041 છે.

અત્યાર સુધીમાં દેશમાં કોરોના થી 411989 લોકોના મૃત્યુ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના થી મૃત્યુ થનાર દર્દીના આંકડામાં પણ વધારો થયો. ના 24 કલાકમાં 581 લોકોના મૃત્યુ થયા છે.

દેશમાં હાલમાં કોરોના નો રિકવરી રેટ 97.28 ટકા છે. દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ઉપરાંત વિકલી પોઝિટિવ રેટ પણ 2.21 ટકાથી ઓછો થયો છે. દેશમાં કેરળ મહારાષ્ટ્ર અને પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના કેસ વધી રહ્યા છે.

થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાની મહામારી માં બજારો અને હિલ સ્ટેશનમાં વધતી ઉંમરને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. દેશમાં કોરોના ની બીજી લહેર ઓછી થઈ છે પરંતુ હજી કોરોના ગયો નથી.

દેશમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે કોરોનાના કેસનો આંકડો 31443 કેસ નોંધાયા હતાં અને 118 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે બુધવારના રોજ કોરોનાના કેસના આંકડામાં વધારો થયો હતો અને તે આંકડો 38792 પહોંચ્યો હતો. બે દિવસમાં દસ હજાર કેસનો વધારો જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "મોદી સરકારનું વધ્યું ટેન્શન, દેશમાં ફરી એક વખત કોરોનાના કેસમાં થયો વધારો, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*