જય કષ્ટભંજન દેવ : અમદાવાદ થી સાળંગપુર સુધી શરૂ થશે હેલિકોપ્ટર રાઇડ, માત્ર 40 મિનિટમાં દાદા ના દર્શને, આટલું હશે ભાડું..!

રાજ્યના પ્રવાસીઓ માટે કનેક્ટ વીટી ખૂબ જ ઝડપી અને આધુનિક બનાવવા માટે સતત પગલાં લેવામાં આવતા હોય છે ત્યારે સાળંગપુર વાળા હનુમાનજી મહારાજના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે

કારણકે અમદાવાદથી સારંગપુર સુધી ડેયલી હેલિકોપ્ટર રાઇટ શરૂ થવાની છે જે અમદાવાદના કાંકરિયા થી સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઇટ શરૂ થશે અને સાથે જ તેના ભાડા વિશેની વિગતો પણ સામે આવી છે.

યાત્રાધામ વિકાસ બોર્ડે મે મહિનામાં આ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવા જઈ રહ્યા છે જેમાં સારંગપુર હનુમાનજી મંદિર તરફથી 700 મીટરના અંતરે બે હેલીપેડ બનાવવામાં આવ્યા છે જેમાં પ્રાથમિક માહિતી મુજબ

આશરે 30,000 જેટલું ભાડું હશે અને લગભગ છ લોકો બેસી શકે તેવી ક્ષમતા નું હેલિકોપ્ટર હશે આટલું જ નહીં યાત્રાધામ વિકાસ બોર્ડ આગામી દિવસોમાં અંબાજી શ્રીનાથજી પાલીતાણા સોમનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિતના યાત્રાધામોમાં હેલિકોપ્ટર રાઇટ શરૂ કરશે

અને હેલિકોપ્ટર સેવા શરૂ થયા બાદ અમદાવાદથી માત્ર 40 મિનિટમાં તમે સારંગપુર મંદિરે પહોંચી જશે.હવે આ 30000 ભાડું અમદાવાદ થી સાળંગપુર આવવા જવાનું છે કે સિંગલ રાઈડનું તે માહિતી આપણી પાસે નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*