ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

Published on: 5:24 pm, Sun, 6 September 20

અંબાલાલ પટેલ ફરીથી એક મોટી આગાહી તેમણે કહ્યું કે ગુજરાતમાંથી હજી વરસાદ ગયો નથી. અંબાલાલ પટેલ ના કહેવા મુજબ 7 સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી 8 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે.

તેમણે કરી એક મોટી આગાહી ૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓકટોબર સુધી વીજળી સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સપ્ટેમ્બર મહિનો વરસાદ થી ભરપૂર રહેશે. અંબાલાલ પટેલ કહ્યું કે સપ્ટેમ્બર મહિનો ખેડૂતો માટે ખૂબ જ ખરાબ રહેશે.

24 કલાક આગમન થશે વરસાદ.

ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી સાથે ગુજરાતના ૧૮ જિલ્લાઓમાં રાત્રે 8 પછી ધોધમાર વરસાદ થયો. તેમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લામાં આવેલ ખંભાળિયા ગામમાં થયો. ખંભાળિયા ગામમાં બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો. આણંદ જિલ્લાના તારાપુર અને પેટલાદ માં પણ બે ઈચ જેટલો વરસાદ વરસ્યો.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ નર્મદા, ભરૂચ અને અંકલેશ્વર માટે રાહતના સમાચાર. આ આગાહી ને જોઈને ગઈ કાલે ૮ વાગે સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી 70 હજાર કયુસેક પાણી સરદાર સરોવર નર્મદા ડેમમાં છોડ્યું. નર્મદા ડેમની જળ સપાટી 135.42 મીટર જેટલી પહોંચી હતી.

નોંધ :આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!