સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના બેડી હડમતીયા, ગવરીદડ ગામોમા વરસાદ વરસતા ખેડૂતો ની ચિંતામાં વધારો થયો છે.
લોધિકા તાલુકાના ગામોમા પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા તલ, મગ, બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. અમરેલી જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો.
તો જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે તો જિલ્લાના ધારી અને ગીર પંથકમાં વરસાદ વરસ્યો હતો.
ધારી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસતા કેરી અને મગ અને તલ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ છે. વરસાદ વચ્ચે ગુજરાત રાજ્ય પર તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે.
તૌકતે વાવાઝોડું આજે સાઇક્લોનિક સ્ટ્રોમ મા ફેરવાશે અને આગામી 24 કલાકમાં વધુ ગતિ પકડાશે. આગામી 18 મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે તૌકતે વાવાઝોડું ત્રાટકી શકે છે.
જેના પગલે સૌરાષ્ટ્ર કચ્છ ના અનેક જિલ્લામાં અતિભારે જયારે ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ ની હવામાન વિભાગે આગાહી કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment