ગુજરાતને આ વાયરસ થી મુક્ત બનાવવા માટે રાજયની રૂપાણી સરકારનો મોટો નિણય, રવિવારથી શરૂ થશે સમગ્ર ગુજરાતમા આ અભિયાન.

135

ગુજરાત રાજ્યમાં વાઇરસની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં કેસ અને મોતનો આંકડો ઘટી રહ્યો છે. મહાનગરોમાં જેમ સ્થિતિ સુધરી છે તેમ ગામડાઓમાં સ્થિતિ બગડી રહી છે. આ બધા વચ્ચે ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી.

તેમાં તેમને હાલની પરિસ્થિતિ અંગે વાત કરી હતી. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ગત માર્ચ મહિનામાં આ રોગના દર્દીઓ માટે ફુલ 45 હજાર બેડ હતા તે અત્યારે વધારીને 1 લાખ કરતા વધારે થયા છે.

સાથે જ પ્રદિપસિંહ નો દાવો છે કે 29 એપ્રિલ 73 ટકા રિકવરી રેટ હતો જે આજે 82 ટકા એ પહોંચ્યો છે. પ્રદિપસિંહ કહ્યું કે રાજ્યની તમામ મહાનગરપાલીકાઓ અને નગરપાલિકામાં આ રોગની સામેની લડાઇ અંતર્ગત મારો વોર્ડ આ રોગમુક્ત વોર્ડ તરીકે અભિયાન ચલાવવામાં આવશે.

આ રવિવારથી સમગ્ર રાજ્યમાં આ અભિયાન શરૂ થશે. તેઓએ કહ્યું કે મારો વોર્ડ આ રોગમુક્ત વોર્ડ અભિયાન માટે નોડલ ઓફિસરની નિમણુક પણ કરવામાં આવી છે.

શહેરી વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગ સંયુકત કામ કરશે. નગરપાલિકાના સભ્ય અને મહાનગર પાલિકાના કોર્પોરેટર સાથે સંકલન કરી કાર્યક્રમ કરશું.

ઓક્સિજન 1178 મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે સાથે પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે સરકારે 18 હજાર ગામોમાં આઈસોલેશન વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. ગ્રામીણ ક્ષેત્ર પોઝિટિવ રેટ ઘટે તે રીતે કામ કરીએ છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!