ગુજરાત રાજ્યમાં ચાર દિવસ ભારે થી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સૌની સમક્ષ આવી છે.આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર બાજુ વરસાદ નું જોર ઘટશે.
લો પ્રેશર સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતની માટે આભ ફાટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને કારણે મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદની સંભાવના છે. અહીં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ વડોદરા અને મધ્ય ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા પડશે.
આપને જણાવી દઇએ કે આવતીકાલે રાત્રી દરમિયાન સુરત ઉપરાંત કેટલાક શહેરોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એક બાજુ જ્યારે વરસાદ પોતાની વિદાય લઈ રહ્યો છે.
ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે. રાજ્યના લોકોને અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment