ગુજરાતમાં બફારાના વધતા પ્રમાણને કારણે લોકો ત્રાસી ગયા છે. આ સ્થિતિમાં એક સારા સમાચાર છે. ગુજરાતમાં એક અઠવાડિયાના વિરામ બાદ આજથી પાંચ દિવસ માટે ફરી વરસાદ ની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર દિવસ સુધી ભારે વરસાદ વરસી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ,10 અને 11 સપ્ટેમ્બરના રોજ વીજળીના ચમકારા સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
12 મી સપ્ટેમ્બરના રોજ દમણ, દાદરા નગર હવેલી, અમરેલી ,ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદી માહોલ પાંચ દિવસ માટે રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી પ્રમાણે ફરી એક વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને વરસાદ થશે.જોકે હજી પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. આપણે જણાવી દઈએ કે હજુ પણ ચોમાસાની સિઝનના 20 દિવસ બાકી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment