મિત્રો ગુરુવારના રોજ સાંજના સમયે મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થઈ હતી. આ ઉપરાંત બુધવારના રોજ પણ મુંબઈમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે વીજળીના કડાકા ભડાકા વચ્ચે મુંબઈની એક બિલ્ડીંગ ઉપર વીજળીનો કડાકો પડ્યો હતો.
જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમારો શ્વાસ પણ થંભી જશે. આ દ્રશ્યો જોઈને કેટલાક લોકો તો હચમચી ગયા હતા. વાયરલ થયેલો આ વિડીયો મુંબઈના બોરીવલી પશ્ચિમ વિસ્તારનો છે તેવું જાણવા મળી રહ્યું છે.
વીડિયોના કેપ્શન માં એવું લખવામાં આવ્યું છે કે નેમીનાથ બિલ્ડીંગ પર વીજળી પડી હતી, પરંતુ આ ઘટનામાં કંઈ નુકસાન થયું નથી. આ વિડીયો ટ્વીટર પર Ishita joshi નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 95 હજારથી પણ વધારે લોકોએ આ વિડીયો જોયો છે.
3000 જેટલા લોકોએ આ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બિલ્ડીંગ પર કેવી રીતે અચાનક જ વીજળીનો જોરદાર કડાકો પડે છે. જ્યારે વીજળીનો કડાકો પડે છે ત્યારે એક જોરદાર અવાજ આવે છે અને આસપાસના વિસ્તારમાં એક અનોખો પ્રકાશ ફેલાઈ જાય છે.
Borivali, Mumbai yesterday ⚡️
It surely was scary! Luckily they had installed a lightning rod in the bldg so If the lightning strikes it directly goes to the ground! #Mumbai #Borivali pic.twitter.com/KR94GedXwt— 𝐈𝐬𝐡𝐢𝐭𝐚 𝐉𝐨𝐬𝐡𝐢 🇮🇳 (@IshitaJoshi) September 8, 2022
આ વિડીયો એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું હતું. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. એટલું જ નહીં પરંતુ આ વિડીયો ઉતારનાર લોકો પણ ધ્રુજવા લાગ્યા હતા. મિત્રો સદનસીબે આ ઘટનામાં કોઈને પણ કંઈ નુકસાન થયું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment