મિત્રો આજના સ્પર્ધાત્મક જમાનામાં આપણા દેશના લોકો પોતાના ધંધાને આગળ વધારવા માટે નતનવી ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ખાણીપીણીની વસ્તુમાં કોમ્પિટિશન ખૂબ જ વધી ગયું છે. આવી કોમ્પિટિશનમાં લોકોની સામે પોતાના ધંધાને આકર્ષક અને ફેમસ બનાવવા માટે લોકો અલગ અલગ ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે.
ત્યારે આજે આપણે એક અનોખી ટેકનીક વિશે વાત કરવાના છીએ. આ ટેકનીકનો ઉપયોગ કરીને અનેક લોકોએ પોતાનો ધંધો આગળ વધાર્યો છે. મિત્રો તમે ઘણા લોકોને જોયા હશે જેવો ગરમાગરમ તેલમાં હાથ નાખીને ભજીયા અથવા તો પકોડા તળતા હોય છે.
આ લોકોના સોશિયલ મીડિયામાં અનેક વિડીયો પણ જોયા હશે. ગરમા ગરમ તેલમાં હાથ નાખીને પકોડા તળવા એ કોઈ જાદુ નથી કે કોઈ દિવ્ય શક્તિ નથી. પરંતુ તેની પાછળ એક વિજ્ઞાન જોડાયેલું છે. આ ટેકનીક સૌ કોઈ લોકો આસાનીથી અપનાવી શકે છે.
ગરમા ગરમ તેલમાં હાથ નાખીને પકોડા બહાર કાઢવાની ટેકનીકને Leidenfrost ટેકનીક તરીકે ઓળખવામાં આવે છે. એક સામાન્ય માણસ કોઇ પણ પ્રકારની મુશ્કેલી નો સામનો કર્યા વગર આ ટેકનીકનો ઉપયોગ કરી શકે છે.
આ ટેકનિકનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ ઠંડા પાણીમાં હાથ ડુબાડવામાં આવે છે અને ત્યારબાદ હાથને ગરમ ગરમ તેલમાં નાખવામાં આવે છે. જેના કારણે હાથની આજુબાજુ રહેલું તેલ વરાળમાં પરિવર્તિત થઈ જાય છે. જે વરાળ આજુબાજુ રહેલા તેલને હાથના સંપર્કમાં આવવા દેતી નથી.
જેના કારણે વ્યક્તિને હાથમાં કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચતું. પરંતુ થોડાક સમય બાદ હાથને તેલમાંથી બહાર કાઢી લેવો પડે છે. આ ટેકનિક અપનાવીને ઘણા લોકો પોતાનો ધંધો આગળ વધારી રહ્યા છે. આ ટેકનીકનો તમે ઉપયોગ કરો છો તો યોગ્ય સાવધાની લેવી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment