આ પોલીસવાળાને દિલથી સલામ! વાંદરાને બચાવવા માટે કર્યું અનોખું કાર્ય, વિડીયો જોઈને તમે પણ…

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

સમગ્ર દેશભરમાં ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે હરકોઈ ગરમીથી હેરાન-પરેશાન થઈ રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે જો સૌથી વધુ કમી સર્જાય તો તે છે પાણી. માણસ તો પાણી પી ને પોતાની તરસ છીપાવી લે છે અને ગરમીમાંથી રાહત મેળવે છે. પરંતુ અહીં પ્રશ્ન મુંગા પશુ પક્ષીઓનો ઊભો થાય છે.

આવી કાળઝાળ ગરમી પછી તેઓ પણ પાણી માટે આમથી તેમ ભટકતા હોય છે. ઘણીવાર તો જંગલી જાનવરો પર પાણીની તલાશમાં રોડ પર આવી જતા હોય છે. ઉનાળામાં લોકો પક્ષીઓ અને પ્રાણીઓની પાણી પીવડાવવા માટે વ્યવસ્થા કરતા હોય છે. જે ખૂબ જ સારી બાબત કહેવાય, હાલ માનવતા મહેકાવતો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

સોશિયલ મહાલ એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે એક પોલીસકર્મી એક વાંદરાને મોટર થી પાણી પીવડાવી રહ્યો છે. પોલીસકર્મીની આ દયા ભાવના જોઇને સૌ કોઈ તેની વાહવાહી કરી રહ્યા છે.ઉનાળામાં અસહ્ય ગરમીના માર વચ્ચે કેટલાય પ્રાણીઓ એવા હોય છે, કે જીવું પાણીની તલાશમાં પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે.

ત્યારે પોલીસ કર્મીના આ કાર્યથી લોકો ખૂબ જ પ્રભાવિત થયા છે. ત્યારે આપણે પણ મૂંગા પશુ પક્ષીઓની આ રીતે સેવા કરવી જોઈએ અને તેમની બચાવવાના પ્રયાસો કરવા જોઈએ. પોલીસ કર્મીના આ કાર્ય નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી રહ્યો છે.

જેની ખૂબ જ લાઈક્સ અને કોમેન્ટ મળી છે. આ વિડીયો ટ્વિટરમાં IFS ઓફિસર SUSANTA NANDAએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયો 54000 થી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો આ વિડીયો લોકોના હૃદયને સ્પર્શી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*