છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં જીવન ટૂંકાવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ પોતાની બે લાડલી દીકરીઓનો જીવ લઈ લીધો છે અને ત્યારબાદ પિતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃતદેહને કબજે લઇને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકની પત્નીનું થોડાક સમય પહેલા કરુણ નિધન થયું હતું. ત્યારબાદ પોતાની બંને લાડલી દીકરીની સંભાળ રાખવાની જવાબદારી યુવક પર આવી ગઈ હતી.
પત્નીના મૃત્યુ બાદ યુવકને ભારે આઘાત લાગ્યો હતો. યુવક અને એક સાત મહિનાનો દીકરો પણ છે પરંતુ તે સાસરીયા પક્ષ પાસે છે. પોલીસને યુવકના ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તેના પાછળનું કારણ લખ્યું હતું.
મળતી માહિતી અનુસાર મધ્ય ગુજરાતના આણંદમાં જોડીયા રોડ ઉપર એકતાનગરની અંદર છૂટક મજૂરી કરતો ચિરંજીવી પ્રજાપતિ નામના યુવકે પોતાની 5 વર્ષીય દીકરી માનસી અને 3 વર્ષીય દીકરી પ્રિયાંશીનો જીવ લઈ લીધો. ત્યારબાદ ચિરંજીવી પ્રજાપતિ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ આખા શહેરમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
પોલીસને ચિરંજીવી પ્રજાપતિ પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. ચિરંજીવી પ્રજાપતિએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, છ મહિના પહેલા મારી પત્નીનું મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુ બાદ દીકરીઓની સંભાળ કોણ રાખશે તેવું માનીને મેં સૌપ્રથમ મારી બે લાડકડી દીકરીનો જીવ લેવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ પોતે પણ પોતાનું જીવન ટુંકાવ્યું.
આવી વિગત સુસાઇડ નોટ માંથી સામે આવી છે. ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ચિરંજીવી સૌ પ્રથમ પોતાની બે લાડકડી દીકરીઓને ઝેરી દવા આપી દીધી હતી અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઇ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment