ગુજરાતમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે આણંદમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. અહીં બોરસદ-રાસ રોડ પર એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં એકટીવા પર સવાર માતા-પિતા અને બે દીકરીને એક ઝડપી કારે જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે દીકરીનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે આ ઘટનામાં માતા અને એક દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આણંદના બોરસદ તાલુકાના બાવલ ગામના રહેવાસી નિશાબેનના લગ્ન ઝારોલના કિરણભાઈ જાદવ નામના યુવક સાથે થયા હતા. તેમને સંતાનમાં બે દીકરીઓ છે. ગઈકાલે સવારે કિરણભાઈ પોતાની પત્ની નિશાબેન અને બે દીકરીઓ સાથે એકટીવા પર સવાર થઈને જઈ રહ્યા હતા.
Anand Road Accident: હૃદય કંપાવી દે તેવા અકસ્માતના CCTV, આણંદમાં એક્ટિવાને કારે ફૂટબોલની જેમ ઉછાળ્યું, પિતા-પુત્રીનું મોતhttps://t.co/bcFU1WlAO0#accident #cctv #anandaccident #anand #gujarat #anandnews pic.twitter.com/rlsdhCMi7q
— Gujarati Jagran (@gujaratijagran) November 6, 2023
આ દરમિયાન રસ્તામાં સામેથી આવતી એક ઝડપી કારે તેમની એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં કિરણભાઈ, તેમની પત્ની અને બંને દીકરીઓ ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનામાં કિરણભાઈની પાંચ વર્ષની દીકરી જીયાનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું.
ઘટના બન્યા બાદ 108 ની મદદ થી ઇજાગ્રસ્ત થયેલા કિરણભાઈ, તેમની પત્ની નિશાબેન અને દીકરી દેવાંશીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન કિરણભાઈનું મોત થયું હતું. જ્યારે માતા અને દીકરીની હાલત ખૂબ જ ગંભીર છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment