સૌરાષ્ટ્રના આ મોરારીબાપુ દ્વારા સ્થાપિત હનુમાનજી મંદિર નો આ અનેરો ઇતિહાસ સાંભળીને તમારી શ્રદ્ધા વધી જશે, દાદા એવા પરચા પુરે છે કે…

Published on: 4:51 pm, Sat, 16 March 24

ભારત દેશમાં ભગવાન હનુમાનજીના અનેક ચમત્કારિક મંદિર આવેલા છે અને સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં હનુમાનજી મહારાજના ઘણા બધા મંદિરો છે જ્યાં રાજકોટના આમ્રપાલી વિસ્તારમાં હનુમાનજીનું ચમત્કારિક મંદિર છે અને મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોચક છે.

આ મંદિરને રાતિયા હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. આજે અમે તમને મંદિરના અનેરા ઇતિહાસ વિશે જણાવવાના છીએ કે રાજકોટના આ મંદિરના હનુમાનજીની સ્થાપના વર્ષ 1991 માં કરવામાં આવી હતી અને મંદિર માં મૂર્તિની સ્થાપના રાત્રિ દરમિયાન કરવામાં આવી હતી

અને 1991 માં આમ્રપાલી વિસ્તારના લોકોએ ફાળો આપીને મંદિર બંધાવ્યું છે અને મંદિર ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપના કરવા માટે પૂજ્ય મોરારીબાપુને બોલાવવામાં આવ્યા હતા પરંતુ મોરારીબાપુ સ્થળે મોડા પહોંચ્યા હતા અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા રાતે બાર વાગે કરવામાં આવી હતી અને એટલા માટે હનુમાનજી મંદિર નું નામ રાતિયા હનુમાન રાખવામાં આવ્યું છે.

આ હનુમાનજી મંદિરમાં શંખેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને અહીં શ્રદ્ધાળુઓ લીલા નાળિયેર હનુમાનજીને ધરાવે છે અને હનુમાનજીના દર્શન કરવા માટે પણ દૂર દૂરથી લોકો આવે છે અને દર પુનમે તો અહીં મોટી સંખ્યામાં ભક્તો હોય છે અને જે જે લોકો જે કોઈ મનોકામનાઓ માને તે મનોકામના હનુમાનજી મહારાજ પૂર્ણ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "સૌરાષ્ટ્રના આ મોરારીબાપુ દ્વારા સ્થાપિત હનુમાનજી મંદિર નો આ અનેરો ઇતિહાસ સાંભળીને તમારી શ્રદ્ધા વધી જશે, દાદા એવા પરચા પુરે છે કે…"

Leave a comment

Your email address will not be published.


*