આજના આધુનિક યુગમાં લોકો એટલા સ્વાર્થીલા બની ગયા છે કે પોતાના સ્વાર્થ વગર કોઈની સાથે વાત કરવા પણ તૈયાર નથી. આજના લોકો પૈસા કમાવાની રેસમાં પોતાના સંબંધો પણ ભૂલી જાય છે. પરંતુ હજુ પણ ઘણા એવા લોકો છે જેઓ ગરીબ લોકોની અને જરૂરિયાત મંદ લોકોની મદદ માટે હંમેશા આગળ હોય છે.
આજે આપણે બિહારમાં બનેલી એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. બિહારના જહાનાબાદથી એક એવી ઘટના સામે આવી છે જેની ચર્ચા સમગ્ર દેશભરમાં ચાલી રહી છે. મિત્રો અહીં એક રાજેન્દ્ર તિવારી નામના વૃદ્ધ વ્યક્તિ કોર્ટમાં પહોંચ્યા હતા.
રાજેન્દ્ર તિવારી નામના વ્યક્તિને બેંક દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં તેમને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રાજેન્દ્ર તિવારીનો જ્યારે કોર્ટમાં વારો આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેમને બેંક પાસેથી 18500 રૂપિયાની લોન લીધી હતી. રાજેન્દ્ર તિવારીએ કોર્ટમાં જજ ને કહ્યું કે, સાહેબ મારી દીકરી ના લગ્ન માટે મેં 18 વર્ષ પહેલા બેંકમાંથી લોન લીધી હતી.
ગમે તેમ કરીને હું 5000 રૂપિયા લઈને આવ્યો છું. આ લ્યો રૂપિયા મને દેવું મુક્ત કરો. આટલા શબ્દો બોલીને રાજેન્દ્ર તિવારી રડવા લાગ્યા હતા. તેમની હાલત જોઈને કોર્ટના જજ રાકેશકુમાર પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમને રાજેન્દ્ર તિવારી ઉપર દયા આવી ગઈ હતી.
साहब, किसी तरह पांच हजार रुपये लाया हूं..फफक पड़े बुजुर्ग तो जज का पिघला दिल; फैसले की हो रही तारीफ
Click Here To Read News-https://t.co/kQrWLSH55F#BiharNews #judge pic.twitter.com/rshGzwwWAJ
— Akshay Pandey (@akshay019) November 12, 2022
ત્યારબાદ તેમને બેંકના અધિકારીઓને કહ્યું કે તેઓ રાજેન્દ્ર તિવારીની લોન ચૂકવશે. ત્યાર પછી કોર્ટના જજે 10,000 રૂપિયા આપીને રાજેન્દ્ર તિવારીનું દેવું ચૂકવી દીધું હતું. બાકીના 3000 રૂપિયા રાજેન્દ્ર તિવારીના ગામના એક વ્યક્તિએ આપ્યા હતા. આ સમગ્ર પ્રસંગ બન્યા બાદ લોકોએ ડિસ્ટ્રીક જજ રાજેશ કુમારના ખૂબ જ વખાણ કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment