મિત્રો હાલમાં કેસર કેરીની સીઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે કેસર કેરીનો સ્વાદ માણવા રસીકો તલ પાપડ બની ચૂક્યા છે અને હાલમાં એપ્રિલથી ખાસ કરીને આવક નોંધાય છે ત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીનું 939 ક્વિન્ટલ આવક નોંધાય છે.
9 મે 2024 ના રોજ 939 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી જેના પ્રતિ મનના 2400 રૂપિયા સુધીના ભાવ હતા જ્યારે એક મણનો નીચો ભાવ હજાર રૂપિયા સુધી પણ બોલાવ્યો હતો અને છેલ્લા બે દિવસથી સારી અને ગુણવત્તા યુક્ત કેસર કેરીનો
ભાવ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક બોક્સ નો ભાવ 1200 થી 1700 રૂપિયા વચ્ચે બોલાઈ રહ્યો છે.જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 453 ક્વિન્ટલ કેસર કેરીની આવક નોંધાઈ હતી તેના પ્રતિ મનના ઊંચા ભાવ 2500 જ્યારે નીચા ભાવ 700 નોંધાયા હતા
અને માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે પરંતુ આજે 939 ક્વિન્ટલ કેરીની આવક નોંધાય છે અને આવનારા સમયમાં જો કેરીની આવક વધશે તો જ આ ભાવ ઘટશે તેવી સંભાવનાઓ પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment