દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, શાકભાજી અને ખાદ્યતેલના ભાવ આસમાને સપાટીએ પહોંચ્યા છે. ત્યારે ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ખાદ્યતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.
મળતી માહિતી મુજબ છેલ્લા 4 દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 80 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે છેલ્લા 4 દિવસમાં કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતાં સામાન્ય જનતાને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.
હજુ પણ આગામી દિવસોમાં કપાસિયા અને સિંગતેલના ભાવમાં વધારો થઈ શકે તેવી વધારે શક્યતાઓ છે. ખાદ્ય તેલના ભાવની વાત કરીએ તો, સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાને પાર પહોંચી ગયો છે. છેલ્લા ચાર દિવસમાં સિંગતેલના ભાવમાં 80 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2730 રૂપિયા પર પહોંચી ગયો છે. કપાસિયા તેલમાં છેલ્લા ચાર દિવસમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પામોલીન તેલમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથે પામોલીન તેલનો ભાવ 2515 રૂપિયા પહોંચી ગયો છે.
આ વર્ષે માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક હોવા છતાં પણ સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ પણ આગામી સમયમાં જો ખાદ્યતેલના ભાવમાં વધારો થયો તો સામાન્ય જનતાને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ બની જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment