SBIના ખાતાધારકો માટે માથા સમાચાર, આ તારીખથી લાગુ થશે આ નવો નિયમ.

કોરોનાની મહામારી વચ્ચે ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈ પોતાના નિયમોમાં એક મહત્વપૂર્ણ બદલાવ કર્યો. સ્ટેટ બેંક 1 જુલાઈ 2021 થી અમુક બદલવાની છે. નવા નિયમ લાગુ થયા બાદ તમારે એટીએમમાંથી કેસ ઉપાડવા અને ચેકબુક નો ઉપયોગ કરવો ખૂબ જ ભારે પડશે.

SBI પોતાના એટીએમ અને બેંકમાંથી પૈસા ઉપાડવા માટે સર્વિસ ચાર્જ માં ફેરફાર થશે. એસબીઆઇના આ નવા નિયમો બેસિક સેવિંગ બેન્ક ડિપોઝિટ ખાતા ધારકો પર લાગુ પડશે. નવા સર્વિસ ચાર્જ 1 જુલાઈ 2021 લાગુ થશે.

SBI BSBD એકાઉન્ટ ધારકને 10 પન્નાની ચેક બુક આપવામાં આવે છે. હવે 10 પત્તા વાળી ચેકબુક પર પણ ચાર્જ લેવામાં આવશે. આ ચેકબુક ઉપર 40 રૂપિયા ઉપરાંત જીએસટી વસૂલવામાં આવશે.

ઉપરાંત 25 પત્તા વાળી ચેકબુક ઉપર 75 રૂપિયા ઉપરાંત જીએસટી વસૂલવામાં આવશે. 10 પત્તા ની ઈમરજન્સી ચેકબુક પર 50 રૂપિયા ઉપરાંત જીએસટી ચૂકવવો પડશે. આ સર્વિસ ચાર્જ માંથી સિનિયર સિટીઝનોને મુક્તિ આપવામાં આવશે.

SBI BSBD ખાતાધારકોને 4 ફ્રી કેશ ટ્રાન્સફરની સુવિધા મળશે. બ્રાન્ચ અથવા તો એટીએમમાંથી પૈસા ઉપાડવા પર 15 રૂપિયા ઉપરાંત જીએસટી વસૂલવામાં આવશે.

આ ઉપરાંત એસબીઆઇ બેન્ક દ્વારા ખાતાધારકોને એક મહત્વનો લાભ આપવામાં આવ્યો. બેંક દ્વારા રોકડા ઉપાડવાની મર્યાદા વધારી દેવામાં આવી.

ગ્રાહક પોતાના ખાતામાં થી 25 હજાર રૂપિયા ઉપાડી શકે છે. આ ઉપરાંત ચેક દ્વારા બીજી બ્રાન્ચ માંથી 1 લાખ રૂપિયા ઉપાડી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*