ભાજપ માટે માથા સમાચાર, ભાજપના આઠ સભ્યો કોંગ્રેસ માં ભળી જતા…

ભાણવડ નગર પાલિકામાં ભાજપના આઠ સભ્યોએ બળવો કરી કોંગ્રેસ નો ટેકો જાહેર કર્યો હતો જેને લઇને નગર પાલિકામાં કોંગ્રેસ સત્તા હાંસલ કરવા જઈ રહી હતી. પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માટે કોંગ્રેસે સોગઠા ગોઠવ્યા હતા પરંતુ વહીવટી તંત્રે ત્રણેય વખત તારીખ પાલી દેતા કોંગ્રેસ ના નગર સેવકોએ રોષ વ્યકત કરી.

જિલ્લા મથક ખંભાળિયા ખાતે કલેકટર કચેરીએ ધરણાનો કાર્યક્રમ યોજી વિરોધ વ્યકત કર્યો છે. ભાણવડ નગર પાલિકામાં ફૂલ 24 સભ્યોનું સંખ્યાબળ હતું જેમાં ભાજપ ના સોળ અને કોંગ્રેસ ના આઠ સદસ્યો છે.

પરંતુ થોડા દિવસ પહેલા ખુદ ભાજપના જ આઠ સભ્યોએ ભાજપના જ પ્રમુખ સામે બળવો કરી આત્મવિશ્વાસ દરખાસ્ત પસાર કરતા ભાજપના શાસન નો અંત આવ્યો હતો. ભાણવડ નગર પાલિકામાં કોંગ્રેસ નું સંખ્યાબળ સોળ થતાં તે સતા હાંસલ કરવા જઈ રહી હતી.

આ માટે પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માટે પ્રક્રિયા પણ હાથ ધરાઇ હતી. ત્રણેક વખત તારીખ જાહેર થઈ હતી પરંતુ ગમે તે કારણે તારીખો ને પાડી દેવાતા રાજકીય ગરમાવો આવ્યો છે.

પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કોરોના ની ગાઈડ લાઇન મુજબ યોજાઈ એ માટે સદસ્યો ઈમરાન ગઢકાઈ, ઉમર સમા અને મહિલા સદસ્ય જીજ્ઞાબેન ના પતિ હિતેશભાઈ જોશીએ વહીવટી તંત્ર ને રજૂઆત કરી છે.

વધુમાં સદસ્યોએ કરેલી રજૂઆત માં કામ ચલાઉ મહિલા પ્રમુખ ભાનુબેન સુરેશભાઈ રાજાની માટી ચોરી કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમજ પાલિકામાં મહિલા પ્રમુખ ના પતિ અને પુત્રો અડિંગો જમાવી પાલિકા માં રાજ ચલાવતા હોવાની ગંભીર રજૂઆત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*