કોરોના ની સામે જિંદગી જંગ હારી રહી છે અને મહામારી મોત નો પડછાયો ભમી રહ્યો છે. સુરતથી એક પછી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હજુ તો હમણાં જ એક 14 દિવસના માસૂમ બાળકનું કોરોના થી મોત થયું છે.
ત્યારે ફરી એકવાર આંખો ભીની થઈ જાય એવા સમાચાર સામે આવ્યા છે. કોરોના ના કારણે ફરી એકવાર 14 દિવસની બાળકીનું મોત થયું છે. સુરત શહેરમાં કોરોના ની કહેર નું રોકાવાનું નામ જ નથી લઈ રહ્યું.
14 દિવસની બાળકી કોરોના સામે જીંદગીનો જંગ હારી ગઈ છે.બાળકી ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. મૈયર દ્વારા બાળકીને પ્લાઝમા પણ ડોનેટ કરવામાં આવ્યું હતું.
ડોક્ટરોની મહેનત છતાં બાળકી જિંદગી સામે જંગ હારી ગઇ હતી. કોરોના ની બીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઇ રહી છે. બે દિવસ અગાઉ તાપીની એક બાળકીનું મૃત્યુ થયું હતું.
30 દિવસમાં 10 વર્ષ થી નીચેના 283 બાળકો સંક્રમિત થયા છે જ્યારે 2 બાળકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને 4 બાળકોની હાલત અતિ ગંભીર છે.
કોરોના ના કારણે સુરતમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સુરતમાં 3.50 લાખ થી વધુ લોકોને કવોરન્ટાઈન કરવામાં આવી છે.
અને આ આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા કલસ્ટર કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. શહેરમાં હાલ 79,231 લોકો ને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment