આગામી તારીખ 15 ઓક્ટોબરે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત આવી રહ્યા છે. સુરત કામરેજ રોડ પાસે નિર્મિત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ની હોસ્ટેલ ના ભૂમિપૂજન પ્રસંગે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવાના છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે.
વડા પ્રધાન મોદીના હસ્તે આ હોસ્ટેલ નું ભૂમિપૂજન થવાનું હોવાથી તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે.હોસ્ટેલ નું ભૂમિ પૂજન વર્ચ્યુઅલી વડાપ્રધાન મોદી દ્વારા થનારુ હોવાથી પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્યક્રમ સ્થળે હાજર રહેશે.
મુખ્યમંત્રી બન્યા બાદ ભુપેન્દ્ર પટેલ પ્રથમ વખત સુરત આવનાર હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આ તકનો લાભ ઉઠાવીને કેટલાક પ્રોજેક્ટો નું લોકાપર્ણ અને ખાતમુહર્ત કાર્યક્રમ યોજવાની ગતિવિધિ પણ હાથ ધરવામાં આવી છે.સુરત મહાનગરપાલિકાના આયોજન પ્રમાણે બપોરે 12:30 કલાકની આસપાસ પણ
સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમમાં ઓનલાઇન જ મહાનગરપાલિકાના સુડા ના કેટલાક પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થઈ શકે છે. જોકે આ માહિતી પ્રમાણે સુરત મહાનગરપાલિકાના અલગ-અલગ 13 જેટલા આ પ્રોજેકટનું લોકાપર્ણ કરશે.તે ઉપરાંત આઠ પ્રોજેક્ટનું ખાતમૂર્હત કરશે. તંત્ર દ્વારા 22 જેટલા વિકાસ લક્ષી પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment