આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્ગુરુએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, ભાજપ ગુજરાતની સરકારને પોતાની એક પેઢીની જેમ ચલાવી રહી છે. ભાજપે ગુજરાત સરકારને એક નફાખોરી નું સાધન બનાવી લીધું છે. ભારતીય જનતા પાર્ટીના અંદરના ઝઘડા સીધા ગુજરાત સરકારના વહીવટી તંત્રની અસર કરે છે. ત્યારે ભાજપના બે મંત્રીઓ પાસેથી તેમના વિભાગ છીનવી લેવામાં આવ્યા છે.
ઇન્દ્રનીલ રાજ્ગુરુએ કહ્યું કે, બહુમતીના જોડે ભાજપ સરકાર બિન અનુભવી લોકોને મંત્રીમંડળમાં સામેલ કરી દીધા, અને જે લોકો ઠીક ઠેકા કરતા અને ગુજરાતની પ્રજાના હિતમાં થોડાક સારા નિર્ણય લેતા હશે એટલા માટે અથવા તો પૈસાની વહેચણીમાં સમસ્યા ઊભી થઈ હશે, આટલા માટે કદાચ તેમના મંત્રાલય તેમની પાસેથી પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ઇન્દ્રનીલ રાજ્ગુરુ એ કહ્યું કે, ગાંધીનગરમાં ભાજપ સરકારે ભ્રષ્ટાચારનો એક અડ્ડો બનાવી દીધો છે. હાલના મુખ્યમંત્રી અને બની બેઠેલા મુખ્યમંત્રી એટલે કે સી આર પાટીલજીની નવી સરકાર બને બહુ સમય નથી થયો તો એમને શું વાંધો પડ્યો એ મોટો સવાલ છે.
ઇન્દ્રનીલ રાજ્ગુરુ એ કહ્યું કે, સરકારમાંથી જ્યારે કોઈ મંત્રી પાસેથી મંત્રી પદ પાછું લેવામાં આવે તો એ ભાજપનો અંગત મામલો રહ્યો નથી. મંત્રીએ શું કહ્યું? એમનો હવાલો કેમ પાછો લઈ લેવામાં આવ્યો? આ બધી બાબતોની હકીકત જાણવાની ગુજરાતની જનતાનો પૂરો અધિકાર છે. હું ગુજરાતની જનતા વતી ભાજપ સરકારને પ્રશ્ન પૂછવા માંગુ છું કે, શા માટે તે મંત્રીઓ પાસેથી તેમના વિભાગ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. શું મુખ્યમંત્રી અને સીઆર પટેલના મતભેદોના કારણે આ પગલું લેવામાં આવ્યું છે? ઇન્દ્રનીલ રાજ્ગુરુ એ કહ્યું કે, છાપાઓમાં સમાચાર આવે છે કે દિલ્હીથી કહેવામાં આવ્યું એટલે બે મંત્રીઓના તેમના વિભાગ પાછા લેવામાં આવ્યા છે, તો મારો સવાલ એ છે કે શું ગુજરાત સરકાર દિલ્હીથી ચાલે છે?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment