રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે અનેક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.વધી રહેલા એક્ટિવ કેસ ને ધ્યાનમાં રાખીને અનેક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. શિક્ષક વિભાગે ધો 10 અને 12 ની પરીક્ષાનું આયોજન 10 મે થી 25 મે દરમ્યાન કર્યું છે.
ત્યારે ગઈકાલે સોશિયલ મીડિયા માં મેસેજીસ વાઇરલ થયા હતા કે આ તારીખોમાં ફેરફાર થવાનો છે ત્યારે આ અંગે ના સ્પષ્ટતા કરતાં શિક્ષણ વિભાગે જણાવ્યું હતું.
ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખ અંગે કોઈપણ બોગસ મેસેજ બનાવીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે. પહેલી એપ્રિલ નો મેસેજ કરી ને વિદ્યાર્થીઓ અને વાલીઓને એપ્રિલ ફૂલ બનાવવાનો પ્રયાસ કરેલ છે.
તેમજ ગેરમાર્ગે દોરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે.જેથી આપની કક્ષાએથી આ અંગે તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.
કે બોર્ડની પરીક્ષાની તારીખોમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવેલ નથી. ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષા તેના નિયત કાર્યક્રમ મુજબ.
10/5/2021 થી 25/5/2021 દરમિયાન લેવામાં આવશે જેની સંબંધિતએ નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment