દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે અને સામાન્ય જનતાને કોરોનાની મહામારીમાં મોંઘવારીની મહામારી ભોગવવી પડે છે. આજની પેટ્રોલ ડિઝલના ભાવની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી.
શનિવારના રોજ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 30-39 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 24-22 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 100.91 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 89.88 રૂપિયા નોંધાયો છે.
કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.91 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 92.97 રૂપિયાનો પહોંચ્યો છે. મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100.91 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 98.46 નોંધાયો છે.
ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.67 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 94.39 રૂપિયા પહોંચ્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગર માં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 111.77 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 102.72 રૂપિયા પહોંચ્યો છે.
અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 97.69 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.76 રૂપિયા નોંધાયો છે. સુરતમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 97.69 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.76 રૂપિયા નોંધાયો છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 97.35 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 96.14 રૂપિયા નોંધાયો છે.
પેટ્રોલ ડીઝલનો ભાવ દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે અને છ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલ નો નવો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ પર ડીલર કમિશન અને અન્ય ખર્ચાઓ ઉમેરીને ભાવ બમણો થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment