દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ નો ભાવ આસમાની સપાટી પર પહોંચી રહ્યો છે સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે ગઈકાલે પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો હતો. પરંતુ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકારી તેલ કંપનીઓ દ્વારા કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.
આજે એક દિવસ દેશની જનતા માટે રાહત છે. આજનો દિલ્હીનો પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.19 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 89.72 રૂપિયા નોંધાયો છે.
આ મહિનાની વાત કરે તો અત્યાર સુધીમાં પેટ્રોલની કિંમતમાં 8 વખત વધારો થયો છે. ઉપરાંત દેશમાં 17 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે.
જેમાં કર્ણાટક, ઓરિસ્સા, તમિલનાડુ, બિહાર, દિલ્હી, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ પશ્ચિમ, બંગાળ, લદાખ, કેરળ, તેલંગણા, પોંડિચેરી અને પંજાબ અને ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે.
મુંબઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 107.20 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 89.72 રૂપિયા નોંધાયો છે. કોલકાતામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.35 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 92.81 રૂપિયા નોંધાયો છે. ચેન્નઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 101.92 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ નો ભાવ 94.24 રૂપિયા નોંધાયો છે.
દેશમાં દરરોજ સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. છ વાગ્યા બાદ નવો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ઉમેર્યા બાદ તેનો ભાવ બમણો થઈ જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment