રાજ્યમાં કોરોના કેસ સતત વધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક્શનમાં, તાત્કાલિક લીધો મોટો નિર્ણય.

Published on: 10:15 am, Tue, 13 July 21

દેશમાં દિવસેને દિવસે કોરોના ની બીજી લહેર ધટી રહે છે એને કોરોના થી મૃત્યુ થનાર દર્દીઓની સંખ્યા પણ ઓછી થઈ રહી છે ત્યારે અમુક એવા રાજ્ય છે કે જ્યાં દિવસેને દિવસે કેસ ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વોત્તરના રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે.

ઉપરાંત રાજ્યની કોરોના ની સ્થિતિ જાણશે અને રસીકરણ પર વાત કરશે. આજે 11:00 વીડિયો વિડીયો કોન્ફરન્સની મદદથી ત્રિપુરા, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે કોરોના ની સ્થિતિ પર વિશે વાત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠક એવા સમયે થયા રહી છે જ્યારે કોરોના ની બીજી લહેર ઘટી રહી છે અને ત્રીજી લહેર ની આશંકાઓ કરવામાં આવી રહી છે.

છેલ્લા એક અઠવાડિયા ની વાત કરીએ તો 10 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ વાળા પાંચમાંથી ત્રણ જિલ્લાઓ પૂર્વોત્તરના છે.

ઉપરાંત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 5-11 જુલાઈની વચ્ચે 58 જિલ્લામાં પોઝિટિવ રેટ 10 ટકાથી વધારે છે. જેમાં 37 પૂર્વોત્તરના જિલ્લાઓ છે.

દેશમાં દિવસેને દિવસે કોરોના ની બીજી લહેર ધટતી રહે છે અને અનેક રાજ્યોમાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઉપરાંત અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યુનો સમય પણ વધારી દીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!