ગાંધીનગરના પેથાપુરની ગૌશાળામાં પિતા દ્વારા તરછોડાયેલા માત્ર 10 માસના બાળક જીવનને લઇને સમગ્ર રાજ્યમાં ઉત્કંઠા વધી ગઈ છે. ગૃહ વિભાગના રાજ્યમંત્રી એ મોટું નિવેદન આપતા કહ્યું કે,શિવાંશ ને આખું ગુજરાત સ્વીકારવા તૈયાર છે.
જો તેને તેના પિતા નહીં સાચવી શકે તો બાળકનું ભવિષ્ય સરકારની જવાબદારી છે અને બાળકના ભવિષ્યને લઇને તમામ પગલાઓ લઈશું.ગૃહ વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોતાની જન આર્શીવાદ યાત્રા દરમિયાન તરછોડાયેલા બાળકના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
પોલીસે ગણતરીની કલાકોમાં આખો ભેદ ખોલી નાખ્યો હતો. આવા સંજોગોમાં બાળકનું ભવિષ્ય સરકારની જવાબદારી બને છે. જો તેનો પરિવાર કે તેના પિતા શીવાંશ ને સાચવી કે દેખરેખ નહીં કરી શકે તો સરકાર તેના ભવિષ્ય અંગે તમામ પગલા લેશે. આખું ગુજરાત શિવાંશને સ્વીકારવા તૈયાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment