ગોંડલ રામજી મંદિરના ખાતે હરિચરણદાસજી મહારાજે પોતાના અંતિમ શ્વાસ લીધા – રઘુવંશી સમાજ સહિતના સમાજમાં શોકનું વાતાવરણ…

ગોંડલ રામજીમંદિર ખાતે હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. હરિચરણદાસજી મહારાજે અંતિમ શ્વાસ લેતા સમગ્ર રઘુવંશી સમાજ સહિતના સમાજમાં માતમ છવાઇ ગયો હતો. થોડાક દિવસ પહેલા જ હરિચરણદાસજી મહારાજનો સોમો જન્મદિવસ હતો. સો વર્ષના શતાબ્દી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ આવતીકાલે હરિચરણદાસજી મહારાજની ગોરા આશ્રમ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે. ગયા સપ્તાહમાં હરિચરણદાસજી મહારાજે ગોંડલની મુલાકાત લીધી હતી. હરિચરણદાસજી મહારાજે જીવનમાં ભક્તિની સાથે લોકસેવાના કાર્યો પણ કર્યા હતા. તેઓએ ગોંડલના આશ્રમની બાજુમાં હોસ્પિટલ બનાવડાવી હતી.

ઇન્ડિયન ક્રિકેટર ચેતેશ્વર પુજારા હરિચરણદાસજી મહારાજને પોતાના ગુરૂમાને છે. હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારના ચંપારણ્ય જિલ્લામાં એક બ્રાહ્મણ કુળમાં થયો હતો. હરિચરણદાસજી મહારાજ 1946 માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિર્ણય કર્યો કે અહીં જે ગુરુ મળશે તેમની પાસે દીક્ષા લઈશે.

ત્રણ દિવસના ઉપવાસ પછી ઝાલર ટાણે એક સંત જે ગુરુદેવ રણછોડદાસ જેવા દેખાતા હતા તેમણે દીક્ષા આપી અને અયોધ્યામાં રામ ઘાટ પર ભજન કરવાનો આદેશ આપ્યો હતો. હવે દાસજી મહારાજ અધ્યક્ષતામાં ચાલતી સંસ્થાઓમાની શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ અલગ વિભાગમાં સેવાના કાર્યો કરતા હતા.

જેમાં દર્દીઓને મોટાભાગની સારવાર ફ્રીમાં મળતી છે. એટલું જ નહીં પરંતુ હોસ્પિટલમાં બાળક વિભાગનું કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. હોસ્પિટલમાં 50 હજારથી પણ વધારે નેત્રમણી ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. જ્યારે હરિચરણદાસજી મહારાજના અંતિમ શ્વાસ ના માઠા સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં ભક્તો બ્રહ્મલીન થયેલા હરિચરણદાસજી મહારાજના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*