ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખ્યો છે. પાટીદાર આંદોલન સહિતના અનેક મુદ્દાઓ વિષે તેઓએ લખ્યું હતું. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી બનવા બદલ ભુપેન્દ્ર પટેલ ને અભિનંદન પાઠવું છું.
આશા છે કે ગુજરાતના ગરીબ અને આર્થિક પછાત લોકો માટે ની વેદના સાંભળીને સારા કામ કરશો.ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા કામ કરશે એવી આશા છે. અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય તેવી પણ આશા રાખું છું.
પાટીદાર સમાજે ગુજરાતને શિક્ષણ, ધર્મ અને સામાજિક માળખું ઊભુ કરવામાં મોટું યોગદાન આપ્યું છે. જ્યાં સરકાર પહોંચી શકતી ન હતી ત્યાં શિક્ષણમાં તમામ સમાજ માટે દાન આપીને આવી સંસ્થાઓ ઊભી કરી છે. હવે ગામડામાં ખેતીની જમીનો નાની થઈ ગઈ છે તેથી ઘણા કુટુંબોમાં ગરીબી વધી રહી છે.
તેમના દીકરાઓને શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટે સમાજે આંદોલન કર્યું હતું. ફરી એક વખત પાટીદારોએ તમામ સમાજના ગરીબ વર્ગને આ ફાયદો આંદોલનથી કરાવ્યો છે. સરકારોએ અમારી માંગણી સ્વીકારી છે.પાટીદાર સમાજ ના દીકરા તરીકે મારી માગણી છે કે,
પાટીદાર અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. આંદોલનમાં રહેલા દરેક નેતા પર કેટલા કેસો ચાલી રહ્યા છે. આવા 400 બનાવો અંગે ગુના હતા. આ કેસો પરત ખેંચવાનુ અગાઉની સરકારે વચન આપ્યું હતું,જે પૂરું થયું નથી.તમે આ અંગે જરૂરિ અગ્રતા આપીને પાટીદારો ઉપર ના ગુનાઓ દાખલ કરેલા છે એ પરત ખેંચવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment