રાજકોટમાં પોલીસ હેડક્વાટરની અંદર એક 7 વર્ષના બાળકને ડમ્પર ચાલકે અડફેટેમાં લીધો…

Published on: 5:02 pm, Wed, 22 September 21

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે રાજકોટ શહેરની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રાજકોટના પોલીસ હેડક્વાટરમાં આજે સવારે બાંધકામ સાઇટ પર એક ડમ્પર ચાલકે પોલીસમેનના સાત વર્ષના પુત્રને અડફેટમાં લીધો હતો.

ઘટના બનતા જ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે જાણ કરતા PI સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબ રાજકોટ પોલીસ હેડક્વાટરમાં પોલીસ આવાસ ની નવી સાઈડ બની રહે છે તે માટે હેડક્વાટર ની અંદર સતત ડમ્પર ની અવરજવર ચાલુ હતી. ત્યારે એક ડમ્પર ચાલકે પોલીસમેનના સાત વર્ષના બાળકને ટક્કર લગાવી હતી.

તે કારણોસર બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ અકસ્માતમાં બાળકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તે માટે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ઘટનાનો ભોગ બનેલા બાળકના પિતા રાહુલભાઈ પરસોત્તમભાઈ રાજકોટ પોલીસની એમ.ટી શાખા માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!