કોંગ્રેસના નેતા અને ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટર પર પોતાની પ્રોફાઇલ નું નામ બદલીને આંદોલન જીવી હાર્દિક પટેલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સભામાં સોમવારના રોજ રાષ્ટ્રપતિ ના અભીભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતાં.
પ્રધાનમંત્રી મોદીએ કૃષિ સુધારા પર યુ-ટર્ન લઇ રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ ને આડે હાથ લીધા હતા.તેઓએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં આંદોલનજીવીઓની એક નવી જમાત પેદા થઈ છે.
આંદોલન વિના જીવી નથી શકતી જે બાદ વિપક્ષ પાર્ટીઓએ પ્રધાનમંત્રી મોદી ને ઘેરવાનું શરૂ કર્યું છે. ખેડૂત નેતાઓને પણ પ્રધાનમંત્રી મોદી નું નિવેદન પસંદ આવ્યું નથી. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પ્રધાનમંત્રી મોદી ને ઘેરતા.
તેમને આંદોલનજીવી વાળા નિવેદનને પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપેયુ નું અપમાન ગણાવ્યું છે.હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે આપણા સૌના પ્રિય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી.
બાજપેઈ આંદોલન સમયે સંસદ સુધી બળદગાડામાં જતા હતા અને આજે મોદી જે તેમને પણ આંદોલનજીવી કહી દીધું છે. અટલજી નું અપમાન ભારત સહન નહીં કરે અને.
બીજી તરફ કેન્દ્ર ના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા એ પ્રધાનમંત્રી મોદી ના નિવેદન પર પોતાનો આક્રોશ ઠાલવતાં કહ્યું કે આ ખેડૂતોનું અપમાન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment