પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથેરિયા આજરોજ જેલમાંથી મુક્ત થયા છે. અલ્પેશ કથીરિયા જેલમાંથી મુક્ત થતા રાજકારણ ગરમાયુ છે. અને હવે આગામી સમયમાં કેવી રણનીતિ કરવી તેને લઈને સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક કરશે
હાર્દિક પટેલે કહ્યું હતું કે એટલા માટે જ અમે લોકો અહીં આવ્યા છીએ. ગુજરાતમાં ગરીબ સમાજનો ખાસ કરીને જે આર્થિક રીતે પછાત હતા. એ તમામ સમાજ નો ના આપવા માટે કરો અમે લોકોએ સંયુક્ત લડાઈ લડી હતી.
અમને સફળતા પણ મળી હતી. પરંતુ અમુક કેસોમાં હેરાન પરેશાન હજુ પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હાર્દિક પટેલે પૂછવામાં આવ્યું હતું કે હાર્દિક નું કદ નાનું થયું છે?
આ પ્રશ્નના જવાબ આપતા તેમણે કહ્યું કે મને આની ખબર નથી. પણ હકીકત એવી છે કે જે રીતે કોર્પોરેશનની ચૂંટણીમાં આંદોલનના સાથીઓ એ લોકોની મદદ કરી હતી.
એ બાદ એ લોકો તરફથી આંદોલનને કે સાથીઓને કોઈ મદદ કરવામાં આવી નથી. સ્વાભાવિક છે કે આ લોકોની નારાજગી હોય શકે. કોર્પોરેટર અલ્પેશ ને મળવા માટે આવ્યા છે કે નહીં એ અંગે મને કોઈ આઈડિયા નથી. ઉપરાંત તેમને કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ એ તેમને બાહ્ય કે આંતરિક રીતે મદદ કરી હોય તો તેને મળવું જરૂરી છે.
હવે તેમને કહ્યું કે અલ્પેશ મારો મિત્ર છે. તો મારે શું એને લેવા પણ ન આવું? એ પણ શું મારે તમને પુછવાનું? હું તેમના પપ્પાને દરરોજ ફોન કરતો હતો. એ લોકો શું અલ્પેશ ને મળવા દેતા હતા?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment