મિત્રો દિવસેને દિવસે બદમાશાની દાદાગીરીઓ ખૂબ જ વધી ગઈ છે. પરંતુ અમુક વખત બદમાશોને દાદાગીરી કરવી ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે બદમાશ યુવોકોને સીટી બસમાં દાદાગીરી કરવી ભારે પડી ગઈ હતી.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ઈન્દોરમાં સીટી બસમાં બે બદમાશ યુવકો ચડ્યા તેમાંથી એક યુવક પોતાની પાસે રહેલી ધારદાર વસ્તુ કાઢીને સીટી બસના ડ્રાઇવરના ગળા પર મૂકે છે અને તેને ધમકાવે છે. આ સમગ્ર ઘટના સીટી બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વિડીયો વાયરલ થતા જ વિડીયો વાયરલ થતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ટુંક જ સમયમાં બંને બદમાશોને પકડી લીધા હતા. પોલીસે બંનેને પકડીને સારો એવો મેથીપાક આપ્યો અને ત્યારબાદ બંને પાસે સીટી બસ સાફ કરાવી હતી. એટલું જ નહીં પરંતુ બંને બદમાશોને બસના ડ્રાઇવર અને કંડકટરની માફી પણ મંગાવી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના ત્રણ દિવસ પહેલાની છે. બે બદમાશો દ્વારા સીટી બસના ડ્રાઇવર અને કંડકટરને ધારદાર વસ્તુ બતાવીને ધમકાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે બંને બદમાશોને પકડી પાડ્યા હતા અને બંનેને મેથીપાક આપ્યો હતો.
મળતી માહિતી અનુસાર સીસીટીવી ફૂટે જેને આધારે પોલીસે ગઈકાલે બંનેને પકડી પાડ્યા હતા. ત્યારબાદ બંનેને પકડીને સૌપ્રથમ બજારમાં પોલીસે એક રેલી કાઢી, ત્યારબાદ બંને બદમાશો પાસે બસના કંડકટર અને ડ્રાઇવરની માફી મંગાવી અને બંને પાસે સીટી બસની સાફ-સફાઈ કરાવી હતી.
સીટી બસમાં બદમાશાને દાદાગીરી કરવી ભારે પડી ગઈ, પોલીસના હાથમાં આવતા બંનેની કરી નાખી એવી હાલત કે… જુઓ વિડિયો… pic.twitter.com/URMz4a0Uc6
— GUJJU ROCKZ (@gujju_rockz) August 25, 2022
બંને આરોપીઓ એ બસના ડ્રાઇવરના પગમાં પડીને માફી માંગી હતી. આ વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા જ લોકો પોલીસની કામગીરીની વાહ વાહ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment