હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાઇક સાથે આખલો અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવકનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના લગ્ન 4 દિવસ પહેલા જ થયા હતા. લગ્નના ચાર દિવસ બાદ યુવકનું મૃત્યુ થતાં લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના નેશનલ હાઈવે 25 કાવાસ માધવપુર ગામ પાસે બની હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સંબંધીઓની ફરિયાદના આધારે ગુનો નોંધીને યુવકના મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. આ અકસ્માતની ઘટનામાં 23 વર્ષીય ધર્મરામ નામના યુવકનું કરુણ મૃત્યુ થયું છે.
મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રે ધર્મરામ પોતાના સંબંધીઓ સાથે પોતાના સસરાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં રામદેવ હોટલ પાસે રોડ પર આખલા સાથે બાઈક અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ધર્મરામના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં ધર્મરામને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ધર્મરામનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું અને બુધવારના રોજ મૃતદેહને તેમનાં પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો ધર્મરાજ મજૂરી કામ કરતો હતો. મળતી માહિતી અનુસાર 13 મેના રોજ ધર્મરામ લગ્ન થયા હતા. હજુ તો પરિવારમાં લગ્નની ખુશીના માહોલ હતો. ત્યાં આ અકસ્માતની ઘટના બનતા માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment