આજે ગુજરાતમાં રાજકોટ માર્કેટયાર્ડ કપાસના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો. રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ નો ભાવ 1560 રૂપિયાએ પહોંચી ગયો. આ માર્કેટયાર્ડ ઘણા સમય બાદ કપાસના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું થવાના કારણે ખેડૂતોને કપાસ નો ભાવ ખૂબ જ સારો મળી રહ્યો છે.
અને આગામી દિવસમાં હજુ પણ કપાસના ભાવમાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત સરકારે આજે ડાંગરના ટેકાના ભાવમાં 72 રૂપિયાનો વધારો કર્યો છે. ભાવમાં વધારા સાથે ડાંગર નો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1940 રૂપિયા થઈ ગયો છે. સરકારી વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવમાં 50 થી 65 ટકા નો વધારો કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટ બેઠકમાં ખરીફ ના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
અને ખેડૂતો પાકની વાવણી કરવા પણ તૈયાર છે. આ ઉપરાંત કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ અને કહ્યું કે આગામી સમયમાં ટેકા ભાવમાં વધારો થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે જુલાઈથી જૂનમાં ડાંગરના ટેકાના ભાવમાં વધારો થઈને પ્રતિ ક્વિન્ટલ 1940 રૂપિયા થયો છે. આ દિવસમાં ડાંગર નો ભાવ ખૂબ જ ઓછું હતું પ્રતિ ક્વિન્ટલ ડાંગર નો ભાવ 1868 રૂપિયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment