મુંબઈની લોકલ ટ્રેનના બંધ દરવાજાની બહાર લટકીને, મુસાફરી કરી રહેલા યુવક સાથે બન્યું એવું કે – વિડીયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે…

તમે સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર અકસ્માતની ઘટના ના વિડીયો જોયા હશે. ઘણા વિડીયો જોઈને તમે પણ હચમચી ગયા હશો. ત્યારે થોડાક દિવસો પહેલા મુંબઈની લોકલ ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. આ ઘટનામાં ટ્રેનના દરવાજા પાસે ઉભી રહેલી યુવતી સામેથી આવતી બીજી ટ્રેનનો અવાજ સાંભળીને ડરી ગઈ હતી.

તેના કારણે તે નીચે પડી જાય છે, પરંતુ ત્યાં હાજર અન્ય મુસાફરોને તેનો જીવ બચાવી લીધો હતો. ત્યારે હાલમાં તેઓ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના પણ મુંબઈની લોકલ ટ્રેનમાં જ બની હતી. હાલમાં વાઇરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક યુવકો લોકલ ટ્રેનના બંધ દરવાજાની બહાર લટકીને મુસાફરી કરી રહ્યા છે.

આ દરમિયાન સિગ્નલના થાંભલા સાથે અથડાતા એક યુવક ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. આ સમગ્ર ઘટના અન્ય ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ગુરૂવારના રોજ 9:30 વાગે કલવા અને થાણા રેલવે સ્ટેશન વચ્ચે બની હતી.

આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકની ઓળખ દાનિશ હુસેન ખાન તરીકે થઈ છે, તેની ઉંમર માત્ર 18 વર્ષની જ છે. સમગ્ર ઘટનાને લઈને સરકારી રેલવે પોલીસે જણાવ્યું કે, હાલમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, તેની સ્થિતિ સારી છે. દાનિશ મુંબઈની લોકલ ટ્રેનમાં અન્ય મુસાફરો સાથે દરવાજાની બહાર લટકીને મુસાફરી કરી રહ્યો હતો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જ્યારે ટ્રેન સિગ્નલ પાસેથી પસાર થાય છે ત્યારે દાનિશ થોડોક બહારની તરફ બહાર નીકળે છે. તેના કારણે તે સિગ્નલના થાંભલા સાથે અથડાઈને ચાલતી ટ્રેનમાંથી નીચે પડી જાય છે. આ ઘટનામાં તેના પગના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ઘટના બની તેના લગભગ 20 મિનિટ પછી તેના સંબંધીઓ અને અન્ય કેટલાક લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઇને કેસ નોંધવામાં આવ્યો છે અને હાલમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે. આ વિડીયો ટ્વીટરમાં megha sood નામના એકાઉન્ટમાં મૂકવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*