મિત્રો આજે આપણે એક એવી દીકરી વિશે વાત કરવાના છીએ. જેને સમગ્ર દેશભરમાં પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે. આ ખેડૂતની દીકરીએ વિશ્વભરમાં ભારત દેશનો ડંકો વગાડ્યો છે. દીકરીનું નામ પૂજા પટેલ છે અને પૂજા પટેલ છઠ્ઠી વાર મિસ વર્લ્ડ યોગીની બની છે.
પુજા પટેલ નો જન્મ 2001માં મહેસાણા જિલ્લાના નાના એવા અંબાલા ગામમાં થયો હતો. દીકરી ના પિતા વ્યવસાયે સામાન્ય ખેડૂત અને તેમની માતા એક ગૃહણી છે. 6 વખત વર્લ્ડ મિસ યોગીની બનનાર પૂજા પટેલ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. મિત્રો તમે જણાવી દે કે, દીકરીના પિતાએ નાનપણથી જ તેને યોગાની આદત પાડી હતી.
દીકરી પૂજા પટેલે જણાવ્યું કે, મારા પિતા જ મારા ગુરુ છે. જેમને મને યોગાના પથ પર ચાલતા શીખવાડ્યું હતું. પુજા પટેલે કહ્યું કે, મારા પિતાજીએ મને અને મારા ભાઈને નાનપણથી જ ટીવીના માધ્યમથી યોગા શીખવાડવાની શરૂઆત કરી હતી.
દીકરી પૂજા પટેલે 2008માં પ્રથમ વખત તાલુકા કક્ષાએ યોગાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. પછી 14 વર્ષની ઉંમરે દીકરી પૂજાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં યોગામાં ભાગ લીધો હતો અને અહીં દીકરીએ પ્રથમ નંબર મેળવ્યો હતો. અહીંથી દીકરી પૂજા પટેલને મિસ વર્લ્ડ યોગીનીનું બિરુદ પ્રાપ્ત થયું હતું.
મિત્રો તમને જણાવી દઈએ કે પૂજા પટેલે આઠ મિનિટમાં 190 જેટલા યોગાસન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.. દીકરી પૂજા પાસે 116 થી પણ વધારે મેડલ્સ, 200 જેટલા પ્રમાણપત્ર અને 140 ટ્રોફીઓ છે. દીકરીએ સમગ્ર વિશ્વભરમાં પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment