અયોધ્યાના શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને પ્રભુ શ્રી રામ મંદિરમાં હવે બિરાજમાન છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે ઘણા મોટા ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ જાણીએ જ છીએ કે રામ મંદિરના નિર્માણમાં અનેક દિગ્ગજોએ સહયોગ આપ્યો છે.
ઘણા લોકોએ કરોડો રૂપિયાનું સોનું દાનમાં આપ્યું છે અથવા તો ઘણા લોકોએ કરોડો રૂપિયા દાનમાં આપ્યા છે. વાત કરે તો રામ મંદિરમાં દાન આપવામાં પણ ગુજરાતીઓ આગળ જ છે. તો ચાલો જાણીએ કયા ગુજરાતી એ કેટલા રૂપિયાનું દાન આપ્યું.
વાત કરીએ તો, કથાકાર મોરારીબાપુએ 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ત્યારે સુરતના હીરાના વેપારી દિલીપકુમાર લાખીએ 68 કરોડ રૂપિયાની કિંમતના 101 કિલો સોનાનું દાન આપ્યું છે. ત્યારે સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયા 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
આ ઉપરાંત સુરતના વેપારી મુકેશભાઈ પટેલે 11 કરોડ રૂપિયાની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કર્યો છે. મુકેશ અંબાણીએ 2.51 કરોડો રૂપિયાનું દાન કર્યું છે. ત્યારે અદાણી ગ્રુપ એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રસાદ આપીને ઇન્દિયોલોજી ઉપર પીએચડી કરનાર 14 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment