૩૧મી જુલાઈ સુધી કોરોના વાયરસના સંક્રમણ ને અટકાવવા માટે ગુજરાત બનાવશે માસ્ટર પ્લાન !

આજે ગાંધીનગરમાં ગુજરાત કેબિનેટની બેઠક મળશે અને રાજ્યમાં કોરોના વધી રહેલા કેસને કંટ્રોલ કરવા માટે ખાસ નીતિ તૈયાર કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ શિક્ષણ અને ખેતી અંગે પણ મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતા માં આજે કેબિનેટ બેઠક મળશે.

આજે મુખ્યમંત્રી રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવાની હતી. 10:00 કલાકે સર્વનીમ સ્કૂલ-1 ખાતે બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યમાં કોરોના ના વધતા અંગે ચર્ચા થઈ હતી આ ઉપરાંત બેઠકમાં કન્ટેન્મેન્ટ ઝોન વધારવા મુદ્દે પણ ચર્ચા થઈ હતી

કન્ટેન્મેન્ટ ઝોન માં કડક અમલ કરાવવા અંગે 30 જુલાઈ સુધી કોરોના સંક્રમણ ઘટાડવાની રણ નીતિ ઘડવામાં આવી રહી છે . સુરત શહેરમાં વધતા કોરોના કેસ ને અટકાવવા આ વિષયને ચર્ચામાં લેવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સ્વયંભૂ બજારોએ ઘટાડેલા સમય મુદ્દે પણ ચર્ચા વિચારણા થઈ હતી

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*