ગુજરાતમાં કોરોના નું સંક્રમણ બેકાબૂ થતા ગુજરાત સરકાર એક પછી એક કડક નિયમો લાગુ પાડી રહી છે. કોરોના ની સ્થિતિ ને જોઈને ગુજરાત એસટી વિભાગે નિર્ણય ગુજરાત એસટી વિભાગે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જતી તમામ બસો બંધ કરી દેવાઈ.
ઉપરાંત રાજસ્થાન જતી તમામ બસો માંથી 50 % બસ બંધ કરી દેવામાં આવી.દેશમાં મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન અને કર્ફ્યુ ના પ્રતિબંધના કારણે ગુજરાત એસટી વિભાગને મોટો ફટકો પડ્યો છે.
હાલમાં રાજ્યમાં ૨૦ શહેરમાં નાઈટ કર્યું લગાવી દેવામાં આવ્યો છે તેના કારણે આઠ વાગ્યા પછી તમામ એસટી બસો બંધ કરી પડે છે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જતી બસો બંધ કરાવવા પાછળ એસટી વિભાગે કારણ કહ્યું કે પ્રવાસીઓની સંખ્યા ઘટતા એસટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કારણકે બસમાં જો કોઈપણ પ્રકારના પ્રવાસીઓ અહીં આવે તો એસટી વિભાગને તમામ બસો નુકસાનીમાં ચાલશે તેના કારણે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની બસો બંધ કરી દેવાઈ અને રાજસ્થાની બાજુમાં 50 ટકાનો ઘટાડો કર્યો.
એસટી વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે હાલમાં કોરોના ની સ્થિતિ ને જોઈને બસો બંધ કરી દેવામાં આવી છે અને જ્યાં સુધી મુસાફરોની સંખ્યા વચ્ચે નહીં ત્યાં સુધી તે બસો બંધ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment