આ વર્ષે ગુજરાતવાસીઓ ઉનાળાની ગરમીથી ખૂબ જ કંટાળી ગયા છે. ઉનાળાની શરૂઆતમાં જ ભુક્કા બોલાવતી ગરમી પડી રહી છે. ત્યારે રાજયમાં ગરમીને લઇને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી બે દિવસ હિટવેવની અસર રહેશે.
આ કારણોસર રાજ્યમાં ત્રણ થી ચાર ડિગ્રી તાપમાન વધી શકે છે. ગુજરાતમાં સતત બે દિવસથી અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ વાસીઓને ખૂબ જ ભારે ગરમી સહન કરવી પડે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ ગરમીને લઇને યલો એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ રાજ્યમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર, કચ્છ, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સોમવારના રોજ અમદાવાદની રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.
હજુ પણ આગામી બે દિવસ તાપમાન વધી શકે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા આજરોજ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સોમવારના પ્રમાણમાં આગામી બે દિવસ તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે.
રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ભારે ગરમી જોવા મળી છે. હજુ પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધી શકે તેવી શક્યતાઓ છે. ભારે ગરમીના કારણે રાજ્યની જનતા ખૂબ જ કંટાળી ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment