આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી ડોક્ટર સંદીપ પાઠકે રાજ્ય સભામાં શપથ લીધા. ડોક્ટર સંદીપ પાઠકને આમ આદમી પાર્ટીએ પંજાબ વતી સાંસદ બનાવ્યા છે. ડોક્ટર સંદીપ પાઠકે 2011માં કેમ્બ્રિજ, યુકે માંથી માસ્ટર અને પીએચડી પૂર્ણ કર્યું છે. ડોક્ટર સંદીપ પાઠક IITમાં પ્રોફેસર છે. ડોક્ટર સંદીપ પાઠક લાંબા સમયથી આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલના નજીકના લોકોમાંથી એક છે. આમ આદમી પાર્ટીને પંજાબમાં જીતવા માટે ડોક્ટર સંદીપ પાઠકે એક મહત્વની ભૂમિકા ભજવી હતી. ડોક્ટર સંદીપ પાઠકની રણનીતિના કારણે પંજાબમાં આમ આદમી પાર્ટીએ એક ઐતિહાસિક જીત મેળવવી હતી.
રાજ્ય સભામાં દેશ માટે બનાવ વાળા કાયદાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. તેથી આમ આદમી પાર્ટી એ ડોક્ટર સંદીપ પાઠકને ત્યાં મોકલવાનું નક્કી કર્યું છે. આમ આદમી પાર્ટીને ખાતરી છે કે, ડોક્ટર સંદીપ પાઠક પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવશે.
ડોક્ટર સંદીપ પાઠકે ખૂબ જ ઓછા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું મોટું સંગઠન બનાવ્યું છે. ડોક્ટર સંદીપ પાઠક ગુજરાતના પ્રદેશ પ્રભારી છે. રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને ડોક્ટર સંદીપ પાઠકે એક એવું સંગઠન બનાવ્યું છે, જે અત્યારે ચૂંટણીમાં કોઈ પણ પક્ષને મોટી ટક્કર આપવા માટે પૂરતું છે.
આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ વતી ડોક્ટર સંદીપ પાઠકને સાંસદ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન. અરવિંદ કેજરીવાલજી અને ડોક્ટર સંદીપ પાઠકના નેતૃત્માં આમ આદમી પાર્ટીના રાજકારણમાં એક તુફાન આવશે. જેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સંપૂર્ણ રીતે સાફ થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment