ગુજરાત રાજ્યમાં વરસાદ વિદાય લેવા જઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. રાજ્યમાં ફરી એક વખત હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરતા ખેડૂતોને ચિંતા થવા લાગી છે. આપણે જણાવી દઈએ કે,સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદથી ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું હતું.
અંદમાન ના દરિયા માં લો પ્રેસર સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડશે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી ચોમાસા એ વિદાય લઈ ચૂક્યું છે તેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પછી આગામી.
દિવસોમાં ચોમાસુ વિદાય લઇ શકે છે. હવામાન વિભાગના મત પ્રમાણે રાજ્યમાં ૧૫ નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે.
ઠંડીનો માહોલ સમગ્ર રાજ્યમાં જોવા મળશે.ખેડૂતોને પણ વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment