ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી, જાણો વિગતો.

ગુજરાત રાજયમાં ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા સતત આગાહી કરવામાં આવી છે. એવામાં દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આગાહી મુજબ રાજ્યમાં નવસારી, વલસાડ, દીવ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે.

આ ઉપરાંત આગાહી મુજબ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાત રાજ્યમાં કચ્છમાં આ વર્ષે ચોમાસાનું ખૂબ જ મોડું આગમન થઇ શકે છે. બીજીતરફ અમદાવાદ શહેર માં 15 જુનના રોજ ચોમાસાનું આગમન થઇ શકે છે.

આ ઉપરાંત ગુજરાતના દક્ષિણ અને પશ્ચિમ ભાગના તાપી જિલ્લામાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. આ ઉપરાંત તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત તાપી જિલ્લાના વ્યારા નગરમાં વરસાદ થાય એવી વાતાવરણ થઇ ગયું છે અને ત્યારબાદ એક સાથે જબરદસ્તી વરસાદ તૂટી પડ્યો.

આજથી 12 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી શક્યતા છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચમાં હળવાશ પડતો વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતના વરસાદનું આગમન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો થી શરૂ થાય તેવી સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*