ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ વરસાદ ગાભા કાઢશે…

ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ચોમાસુ સક્રિય થઇ ગયું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં જબરદસ્ત વરસાદ ખાબકી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે મહીસાગર, અરવલ્લી, મહેસાણા અને બીજા અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના અનેક પંથકોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 21 જુલાઇથી ફરી ચોમાસું સક્રિય થવાના એંધાણ છે. આ ઉપરાંત આગામી 22 જુલાઈથી સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

તેમજ ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને આણંદમાં મધ્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યમાં 22 થી 25 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે.

જેમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, દાદરા નગર હવેલી વગેરે માં ભારે વરસાદ રહેશે. તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દ્વારકા સહિત ભારે વરસાદ રહેશે.

આ ઉપરાંત હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી બે દિવસમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને રાજ્યની જનતાને ગરમીમાંથી મુક્તિ મળી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*