આજરોજ દેશમાં ચોમાસુ સત્રના સાંસદ માં બીજો દિવસ છે. આજરોજ સાંસદ માં પેગાસસ મુદ્દે ભારે મોટી ઉથલપાથલ થઇ શકે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ચોમાસુ સત્ર આવતી 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઇકાલે મંત્રી પરિષદ ના નવા નેતાઓનો પરિચય આપવામાં આવ્યો.
તે સમયે વિપક્ષ દ્વારા ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બીજા દિવસે સાંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ પણ હાજર રહ્યા છે.
એના કારણે મળતી માહિતી મુજબ સંસદમાં આજે મંત્રીપરિષદના નવા નેતાઓનો પરિચય કદાચ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તેવી શક્યતાઓ છે.
વિપક્ષ દ્વારા કરવામાં આવેલા અનેક સવાલોના કારણે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત હવે પેગાસેસ પ્રોજેક્ટ મીડિયા રિપોર્ટ દ્વારા ઘણા વિપક્ષીના નેતાઓએ નોટિસ જાહેર કરી દીધી છે. જેના કારણે વિપક્ષ આજે સંસદમાં આ મુદ્દાઓ ઉઠાવશે તે નક્કી છે.
ચોમાસુ સત્ર પહેલાં જ દિવસે સાંસદમાં ઘણી મોટી ઉથલપાથલ થઇ ગઇ હતી. જેથી સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
સંસદમાં વિપક્ષના નેતાઓ દ્વારા ખેડૂત આંદોલન, પેટ્રોલના વધતા ભાવ અને પેગાસસ મુદ્દે સરકારને અનેક સવાલો પૂછ્યા હતા. આ ઉપરાંત પહેલા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી.
આ ઉપરાંત આજે અશ્વિનની વૈષ્ણવ સાંસદ માં પેગાસસ ફોન રેકોર્ડિંગ મામલે મહત્વનું નિવેદન આપવામાં છે. આ સમગ્ર મામલો હવે સંયુક્ત રાષ્ટ્રીય સુધી પહોંચી ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કેન્દ્ર સરકારને સલાહ આપવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.